
કંકુ કેરા તિલક લગાવું ,
ને કરું હરખ થી આરતી.
ભાઇ મારો સલામત રહેજો,
ને કરું હરખ થી આરતી.
ભાઇ મારો સલામત રહેજો,
હું બાંધુ તને રાખડી.
બાળપણ વીત્યું રમતાં-ઝઘડતાં,
શિખ્યા હેત ની બારાખડી.
આજ,તારી કેટલી યાદ આવે!,
સાખ પુરાવે મારી આંખડી.
ગુંથી તેને આપણા હેત થી,
સાથે શુભેચ્છાઓ ભારોભાર.
સાત સમંદર પાર થી,ભાઇ,
આજ મોકલું છું આ તાર.
ભેટ શું મને તું આપીશ આજ?
બસ,આમ જ રાખજે સ્નેહ અપાર.
આવે કદી ન કોઇ વિઘ્ન તને,
વરસે સુખ,ને ખુશીઓ અપાર.
17 comments:
ભાઇ અને વતન બન્ને થી દૂર હોઇએ ત્યારે થતી લાગણીની અનુભૂતી ને મહેસુસ કરી શકું છું..ધ્વની, આપણે બન્ને અત્યારે એ જ લાગણીઁમાં ભીંજાયેલ છીએ..!!...
મારા બાપુજીની બહેન ઘણા વખત પહેલાં ગુજરી ગયેલી. અમે તો ફોઈને જોયાં જ નથી. આથી દર રક્ષાબંધને બાપુજીને મારી બેનો ( દક્ષા અને રાજેશ્વરી ) રાખડી બાંધતી.
હવે મારી દીકરી મને બાંધે છે !!
dada jevo j pan alag anubhav
maata kunti bandhti em
hu mara dikrane rakhdi bandhu chhu
nice poem
laagni ni kalame
Dada, hu pan mara pappa ne Rakhdi bandhu chhu... samajni thi tyar thi...banne foi hova chatta..paheli rakhdi mari j hoy..)
aapa sahu ne rakshabandhan ni Hardik shubhkamnao.
પ્રસંગને અનુરુપ ગીત માણ્યુ
ભેટ શું મને તું આપીશ આજ?
બસ,આમ જ રાખજે સ્નેહ અપાર.
આવે કદી ન કોઇ વિઘ્ન તને,
વરસે સુખ,ને ખુશીઓ અપાર.
સરસ
અમે બે બેનોને ભાઈ જ નહીં તો અમે જેલમાં કેદી ભાઈઓને રાખડી બાંધવા જતા ત્યારે ખાસ કહેતાંકે આ એક એવું બંધન કે જેના આગમાનના અહેસાસ માત્રથી વાતાવરણમાં અનેરી તાજગી પ્રસરી જાય છે. એક એવું બંધન કે જે પોતાના પ્રેમ ભાવ રૂપી પ્રકાશથી વિશ્વ અંજવી નાંખે છે.
ભાઈ માટે બેનનો ભીનો હેતથી નીતરતો પ્રેમ માણવાની ખરેખર મજા આવી.
વીજેશ શુકલ
બાળપણ વીત્યું રમતાં-ઝઘડતાં,
શિખ્યા હેત ની બારાખડી.
આજ,તારી કેટલી યાદ આવે!,
સાખ પુરાવે મારી આંખડી.
Good lines.
Sunder rachana..
ખુબ સરસ ધ્વનિ..તારી લાગણીની કલમ આમ જ ઝળકતી રહે એવી પ્રાર્થના સાથે
રાખીની સાથે કેડબરીની ગીફટ પણ લઇ લીધી કે શું ?
ભાઇ બહેનના સ્નેહનો સેતુ હમેશા જળવાઇ રહે
Too Good dear........
બહુજ લાગણીસભર અને એક વાત મને પણ મારી દીકરી દર વર્ષે રાખડી બાંધે છે
બહુજ લાગણીસભર અને એક વાત મને પણ મારી દીકરી દર વર્ષે રાખડી બાંધે છે
બહુજ લાગણીસભર અને એક વાત મને પણ મારી દીકરી દર વર્ષે રાખડી બાંધે છે
hmmm i just see this poem today...its tooo nice...aa kavita koi pan ne 2 4 kalak mate to ena ma nakhi de evi che...amazing...aa vanchata kadach aankh ma ansu na tapke to e manas lagni vihin hoy to j ...
સરસ કવિતા છે
Post a Comment