Wednesday, 13 February 2008

તું મળે..એક એવી નજાકતભરી સવાર મળે,
ફૂલો ની ફોરમ માં તારી સુવાસ મળે.

એક એવી ધોમધખતી બપોર મળે,
ક્ષણો ની કુખ માં તારી યાદો નાં અંકુર મળે.

એક એવી સપ્તરંગી સાંજ મળે,
શબ્દો નાં ઝરુખે તારા પ્રેમ નાં પગરણ મળે.

એક એવી સોહામણી રાત મળે,
શ્વાસ ને મારા તારો અડગ વિશ્વાસ મળે.