મિત્રતા
આમ તો આ 'ડે' ઉજવતા તો આપણે વિદેશીઓ પાસે થી શિખ્યા, પણ ફર્ક માત્ર એટલો જ કે લોકો એ ખાસ દિવસે જ, જેનો 'ડે' હોય એને યાદ કરે અને આપણે એ 'ડે' પર આપણા ''ખાસ'' લોકો ને ખાસ યાદ કરીએ!! એવો જ આજે એક 'ડે' છે ફ્રેન્ડશીપ ડે.
મિત્ર... મિત્ર એટલે પ્રેમ અને લાગણી નું પવિત્ર ઝરણું.એની શીતળતા કેટલી આહલાદક હોય છે એ તો બે જ લોકો જાણી શકે.એક તો જેણે એમાં ડુબકી મારી હોય એ, કાં તો કિનારે બેસી તરસ્યો રહ્યો હોય !! એક સાચા મિત્ર ની જીવન માં કેટલી જરૂર હોય છે, એ માપવા નાં તોલ-માપ હજી ક્યાં શોધાયા જ છે! સાચો મિત્ર જ કદાચ એવી વ્યક્તિ છે કે જે આપણ ને મળાવે આપણાથી!સાચી મૈત્રી એ કદાચ એવો સાત્વિક સંબંધ કે જેને ઇર્ષા, કડવાશ, કે શંકા-કુશંકા જેવો કાટ કદી લાગતો નથી.અને સાચો મિત્ર એ કદાચ એવી વ્યક્તિ કે જેની સાથે વિતાવેલી દરેક પળ જીવન ની અમુલ્ય અને અવિસ્મણીય પળ બની જાય.કદાચ એટલેજ કહેછે ને કે પતિ-પત્ની પણ એક-બીજા ના ખુબ જ સારા મિત્ર બની જાય પછી જીવન ની મજા જ કાંઈ ઔર આવે! જોકે સાચા મિત્ર ની કોઇ સરખામણી- તુલના જ ન થાય। જેમકે, એને આપણો પડ્છાયો પણ ન જ કહી શકાય।! કેમેકે પડ્છાયો પણ અંધારે સાથ છોડી દે અને સાથ છોડે એ મિત્ર ક્યાંનો!!
હા, ખુબ જ સારા મિત્રો હોવા છતાંય અતિશય મતભેદ હોય એ સહજ વાત છે .ઘણા એવા ય જોયાં કે જે સાવ ઉત્તર-દક્ષિણ હોય, હજારો મતભેદ વચ્ચે પણ મન એક હોય !! હજારો અણગમા હોવા છતાંય એક-મેક નાં પુરક! ઘણા ને કહેતા સાંભળ્યા કે આજે મિત્રતા નાં રૂપ રંગ બદલાઈ ગયા છે.. મૈત્રી ના મુખોટા રાખી છુપો પ્રેમ થાય છે! તો ઘણા કહેશે કે ખરા મિત્રો તો હવે રહ્યા છે જ ક્યાં!! હવે એ કૃષ્ણ-સુદામા ની દોસ્તી બસ વાર્તા બની ને રહી ગઈ છે! હવે એ જમાના ગયા! ચાલો,માન્યુ કે કઈક અંશે એ વાત સાચી હશે.. પણ મારા મતે એ ચકાસવું જરૂરથી ઘટે કે ક્યાંક આપણેજ સાવ બદલાઈ નથી ગયા ને! કોઈ પરિસ્થિતિ કે સંબંધ ને જોવા નો આપણો જ દ્રષ્ટિકોણ મલિન નથી થઈ ગયો ને! પહેલા જેવી મિત્રતા નથી કેમકે આપણી 'પોતાનાપણા' ની દુનિયા માં હવે મિત્ર માટે સમય જ ક્યાં છે! જમાનો તો કદાચ આજે પણ એવો જ છે. પણ ધ્યાન આપણે રાખવાનુ છે કે દ્વારિકા ને ડુબતી જોઈ હરખાતા સુદામા જેવા લોકો ની સંગત માં આપણે ક્યાંક આપણા કૃષ્ણ ને તો નથી ભુલી રહ્યા ને!!
બધા જ મિત્રો ને 'હેપ્પી ફ્રેન્ડ્શીપ ડે' . આશા ની સાથે સાથે અડગ વિશ્વાસ પણ રાખું કે આપણી મિત્રતા આજીવન મહેકતી રહે.
(કૃષ્ણ અને સુદામા ના સંબધ નાં આજ નાં- આધુનિકતા ના -આવરણ નો રણકાર આપ અહિં માણી(!) શકો છો http://rankaar.com/?p=328 )

12 comments:
'હેપ્પી ફ્રેન્ડ્શીપ ડે' . આશા ની સાથે સાથે અડગ વિશ્વાસ પણ રાખું કે આપણી મિત્રતા આજીવન મહેકતી રહે.
same to u dear ...મૈત્રીનું બંધન જ અનોખું હોય છે....
આમ તો આ 'ડે' ઉજવતા તો આપણે વિદેશીઓ પાસે થી શિખ્યા, પણ ફર્ક માત્ર એટલો જ કે લોકો એ ખાસ દિવસે જ, જેનો 'ડે' હોય એને યાદ કરે અને આપણે એ 'ડે' પર આપણા ''ખાસ'' લોકો ને ખાસ યાદ કરીએ!! એવો જ આજે એક 'ડે' છે ફ્રેન્ડશીપ ડે.
GR888 DEAR
HAPPY FRIENDSHIP DAY
ચાલો મીત્રતા માણીએ અને નીભાવીએ.
Happy Friendship Day dear Dhwani.. May it always shower happiness to all of us..
happy friendship day dear
miss u all friends .......
Dhwaniji,
Find below a good quotation from unknown source on 'friendship' supporting to your Article.
"They love you, but they are not your lover; they care for you, but they are not from your family; they are ready to share your pains, but they are not in your blood relation. They are FRIENDS! A True friend scolds like a Dad, cares like a Mom, teases like a Sister, irritates like a Brother; and finally loves more than a Lover.”
Hope the Readers will appreciate. Doesn’t it echo like in style of Khalil Gibran’s quotes?
Regards,
Valibhai Musa
yes, co-incidntly one of my frnds sent me the same msg last yr on frndshipday...thnx to u ,.. for the appro. msg.
હાય દોસ્ત, કેમ છે ? પહેલા તો તારો ફોટો નિરાંતે જોયો. beautiful.....સાથે સાથે ચિંતા પણ વધી ગઇ.શેની ? અરે દીકરીની માને શેની ચિંતા હોય ?
કાલે વાતો કરવાની મજા આવી ગઇ.
તારા લખાણોમાં લાગણી નીતરતી અનુભવાય છે. સરસ લખી શકે છે તું. અને કલમ ચાલુ જ રહેવી જોઇએ..આનાથી પન વધુ સરસ લખી શકીશ એમાં શંકાને કોઇ સ્થાન નથી.
ચાલો, મારી એક દોસ્ત દીકરી મારો વારસો જાળવશે એનો વિશ્વાસ આવી ગયો. પુજા અને ગતિ વાંચવામાં જાળવે અને તું લખવામાં. બરાબર ને ? અનેક શુભેચ્છાઓ અને આશીર્વાદ સાથે..
Thank u so much Aunty..sure, tamara aashirwad hoy to vaarso jalvay j ne..:-)
હેલ્લો ધ્વનિ
કેમ છો?
ઓળખાણ પડે છે?
કોઇ (શાયદ ર.પા.)ની રચનામાં આવે છે ને કે આ મનપાંચમના મેળામાં... એવી જ રીતે આપણે ઓરકુટની અટારી પર મળેલા અને પછી (મારા ઓઅરકુટના છોડવાથી )છુટ્ટા પડી ગયા પરંતુ કહે છે ને કે દુનિયા ગોળ છે, નાની છે એની પ્રતિતિ થતી રહે છે અને વધુ એકવાર આપણી આ મુલાકાતથી થઈ
હવે આ બ્લોગ માધ્યમથી મળતા રહીશું નો કૉલ આપવા માટે આનાથી વધુ સારી પોસ્ટ કઈ હોય શકે?
ચાલો આવજો
(નોટ બી લેટેડ) હેપ્પી ફ્રેન્ડ શીપ ડે દોસ્ત.
Post a Comment