
આપણું અલગ અલગ અસ્તિત્વ ,
છતાંય આપણે એકનાં એક જ.
આપણી વચ્ચે વહે પ્રેમ નો અવિરત પ્રવાહ...
ક્યારેક મૌન નો મઘમઘાટ, તો ક્યારેક ઉર્મિઓ નો ઘુઘવાટ
ક્યારેક હોય સ્પર્શ કેરું સ્પંદન , ક્યારેક વળી થાય નજરો થી ખંજન.
અને,
આ બધાયથી પર એવું,
હું કાંઇજ ન બોલું ને તોય તમે સાંભળો તેવું,
આ દિલ થી દિલ નું બંધન...
13 comments:
તારી હાલની અંગત લાગણીઓને બાજુએ રાખીએ તો, આ વાત થઈ 'અંતરની વાણી'ની - મારો અત્યંત પ્રીય વીષય.
કુન્દનિકા કાપડીયાની એક સરસ પ્રાર્થના -
http://gadyasoor.wordpress.com/2006/09/24/post53/
હવે આવુઁ જ ચાલ્યા કરવાનુઁ ..!
બોલ્યાવગર સાઁભળવનુઁ...!
સાઁભળ્યાવગર બોલવાનુઁ...!
સુતાવગર જાગવાનુઁ...
જાગ્યાવગર ચાલવાનુઁ....!
હે જ્વલઁત..!
આવ્યા કરો છો યાદ એમજ,આવતાઁ શુઁ થાય છે!
હૈયાસુધીની વાત હોઠે લાવતાઁ શુઁ થાય છે.....!(મારી જ પઁક્તિ)
-પણ,સુઁદર અભિવ્યક્તિ-લગે રહો....!
મનભરીને માણજો...ફરી ક્યારેય નહીમળે આ દિવસો અને આ મુક્તપઁખી જેવુઁ સ્વપ્નિલ આકાશ........
.......પણ....
મનમાઁ જ પરણીને સતત,મનમાઁ જ ગાવુઁ ક્યાઁસુધી?
અવસર સરાજાહેર,યોજીનાઁખતા શુઁ થાય છે....!
લાંબા વિરામ પછી પણ ખૂબ સરસ રચના...
majaani vaat... sundar shabdo ...
shudhdh laaganio nu shabd-chitra... !!
kharekhar sundar shabdo na saathe aa rachna khubaj sundar che...superb..keep it up...may god always give u whatever u want...keep it up...
હૃદયની તિજોરીમાં બંધ ધન,મૌન ને ઊર્મિનું હોય જેવું
'બંધન'"હું કાંઇજ ન બોલું ને તોય તમે સાંભળો તેવું,"
આ બધાયથી પર એવું,
હું કાંઇજ ન બોલું ને તોય તમે સાંભળો તેવું,
આ દિલ થી દિલ નું બંધન...
વાહ
dilki bat jubaan par aa hi gai !!
bahut khub .....
તમે બોલ્યા વગર બોલતા રહો અને અમે સાંભળતા રહીએ.
અરે વાહ .. ઘણા સમય પછી સુંદર રચના...!!જ્વલંતમય બન્યા પછી થતી રહેતી અનુભૂતિની સુંદર અભિવ્યક્તિ..!!
વાહ વાહ ખુબ સરસ લખો છો.
હવે હુ રોજ તમારા બ્લોગ નિ મુલાકાત લઈશ
-કશ્યપ
ગુજરાતી બ્લોગ જગતમાં તમારું સ્વાગત છે.
અભિનંદન ...ગુજબ્લૉગ - ગુગલ ગ્રૃપમાં કેમ જોડાતા નથી? ઈચ્છો તો વિનયભાઈ ખત્રીનો સંપર્ક કરી શકો છો.
કમલેશ પટેલ
Post a Comment