Sunday, 11 May 2008

મધર્સ ડે


(આમ તો વાત મેં મારી અને મારી મમ્મી ની કરી છે,પણ કદાચ એ બધી જ મા-દિકરી નાં સંબંધ ની વાત છે.આજ ના આ દિને,બધી જ મમ્મીઓ ને મારા જેવી બધી જ દિકરીઓ વતી આ લેખ અર્પણ કરું છું.)


મમ્મી,

Happy Mothers Day

આમ તો મારો હર દિન, હર ક્ષણ તારી જ છે, પણ તોય, ખાસ આજ નો દિવસ તો કેમ ભુલાય !અને એ પણ અહી તારા થી આટલે દુર,પરદેશ માં રહી ને!!


મમ્મી,તારી મમતા,નિઃસ્વાર્થ પ્રેમ આગળ તો આ શબ્દો વામણા અને મારી કલમ બુઠ્ઠી!મારી હર ક્ષણ ને તું કેટલાં આનંદ અને પ્રેમ થી સજાવતી રહી.ક્યારેક પ્રેમ થી તો ક્યારેક તારા સ્નેહાળ ગુસ્સાથી સમજાવતી રહી.તારા અમુલ્ય સંસ્કાર અને પ્રેમ ને તું હરપળ મારા માં સિંચતી રહી.મારા પર ભુલથી પણ આવી જતી એક હળવી આંચ ને લઈ ને તું ભગવાન થી યે રિસાતી રહી,ને સંજોગો થી લડતી રહી! એક માં થી વધી ને તું ક્યારેક મારી દોસ્ત બની છે,તો ક્યારેક મને જીવન નાં પાઠ શિખવવા એક કડવી શિક્ષિકા પણ બની છે.મને શિખવેલ હર ઉપદેશ,સંસ્કાર નું પોતે જ આચરણ કરી ને મારી આચાર્ય બની છે તું.હર પળ મને સાચો માર્ગ બતાવી મારી ગુરુ બની છે તું. ભગવાન કરતાં ય વધુ વિશ્વાસ તે મારી દરેક વાત માં મુક્યો છે. રસોડામાં રસોઈ શિખવતા કે વાત વાત માં જ જાણે તે મને સંસાર ની પી.એચ.ડી શિખવી દીધી.સહજ રીતે ન માનું એવી કેટલીયે વાતો તે મને તારા પ્રેમ નાં ઘુંટડે પિવડાવી. અહીં,તારા થી હજારો માઈલ દૂર છું,છતાંય ક્યારેક ઉદાસ હોઉં ને ત્યાં જ તારો ફોન આવે''બેટા,તું મજામાં છું ને!! તને કેવી રીતે ખબર પડી જતી હશે મમ્મી.!?તું સાચ્ચે જ અનન્ય છે મમ્મી.


તારા વિશે લખવામાં તો જો પૃથ્વી ને શાહી નુ પાત્ર અને આકાશ ને પત્ર બનાવું ને, તોય આસમાન ક્યાંય નાનું પડે!મમ્મી,તને હર ખુશી આપી શકું,એ માટે પ્રભુ મને સક્ષમ બનાવે.હર જન્મે તારો પ્રેમ પામી શકું,મને બસ તારી જ દિકરી બનાવે.તારી ખુશી ની હર પળ પ્રાર્થના કરું છું.માફ કરજે પ્રભુ,તમારા થી પહેલા વંદન તો હું મારી માં ને જ કરું છું.


તારી દિકરી.14 comments:

Anonymous said...

બહુ સરસ વાત્!
મન પ્રસન્ન થઇ ગયુ
આ વાત ફક્ત દિકરી માટે જ નહીં દીકરા માટે પણ સાચી છે.

RADHEKRISHNA said...

ખુબજ સરસ ....દરેક પુત્ર અને પુત્રી એ ખરેખર તો ભગવાન પહેલાં માં ને પુજવી જોઇએ..મા શબ્દ ને સમજવાં માટે ખરેખર તો માં જેવી દ્રષ્ટિ કેળવવી જરુરી છે..અને કાદચ માં ને સમજવાં માટે આ જન્મ પણ ઘણો નાનો પડે,,,,તમે ખરેખર અદભૂત લખ્યું છે "માં" માટે અને આ વાંચીને માંરી આંખ માંથી આંસુ સરી પડ્યાં....

લિ.
રાધેક્રિશ્ના...

સુરેશ said...

તમને બન્નેને મારી શુભેચ્છાઓ.

Anonymous said...

મા વીષે ની મારી સરળ વીભાવના છે જે રાહ જુએ છે એ મા છે જેણે એના અસ્તીત્વમાંથી આપણને કંડાર્યા છે એ મા માટે તો અહર્નીશ મધર્સ ડે હોવો જોઇએ

Ketan Shah said...

Hi Dhwani,

Wish that U & UR mother will celebrate nxt mother's day togather.

Anonymous said...

very well said ...

happy mother's day to all the mothers .. !!

Shashank said...

કેમ છો ધ્વનિ જી,
HAPPY MOTHER'S DAY TO YOU AND ALL MOTHERS AS WELL....
ખુબ સરસ લખ્યુ છે. પેલી કહેવત છે ને " મા તે મા બીજા બધા વગડા ના વા " મા શબ્દ સામ્ભળતા જ રોમ રોમ મા એક અનેરો ગર્માવો આવી જાય છે. અને જ્યારે માથી આટ્લા દુર જઈ ને બેઠા હોય તો તો મા ની યાદ કેમ ના આવે...

KEEP WRITING,
SHASHANK

Tej... તેજસ દીક્ષિત said...

Dhvaniben,

ખુબ સરસ

I would like to share one more thing... I pray to my parents like GOD not only that but i Believe in GOD(Krishna, Ganesha.....etc) because My parents believe in them otherwise for me there are only 2...Mother and Father.

Emne jetlu aapo etlu ochhu chhe ane emna mate jetlu karo e ochhu chhe. aa jivan nu badhu j emne samarpit chhe ane kadach mara manav tarike na avtar ma hu emno runi rahish.

Tejas Dixit

Harsukh Thanki said...

ધ્વનિબહેન,
એક દીકરીની મા પ્રત્યેની લાગણીને તમે બહુ યોગ્ય રીતે વાચા આપી છે.

jigneshk said...

મોઢેથી બોલુ માઁ અને મને સાતેય
નાનપણ સાઁભળે આ મોટપની મજા હવે મને કડવી લાગે કાગડા
દુલાભાયા કાગ
જીગ્નેશ શુકલ
લથડતા સ્વાસ.....

dr.mahesh rawal said...

bahu j sundar rhadaysparshi vat kari ho !
aavi ne aavi j dahi re'je!
MA GAYATRI tari badhi j Ichhao puri kare .

મીતિક્ષા said...

મા વિશે ખુબ જ સરસ લખ્યું છે. લાગણીઓને કોઈ આડંબર અને ઉપમાના વાઘા પહેરાવ્યા વગર ખૂબીથી તરતી મૂકી છે. દરેકના હૃદયના ભાવોને તમે કલમથી વાચા આપી છે. અભિનંદન.

Rujuta........ said...

its awsome....... Dheaniji

kharekhar em age 6 tame mari feelings ahi kandari hoi hu pan mari mummy thi dur rahu 6u n jyare pan udas hou 6u game tetlu 6upava 6ata mummy jani j le 6 k mara man ma shu chale 6 ekyarey ena modha thi boli ne eno prem vyak nathi karti pan jyare eno haath matha par fare 6 to ena man na bhav mara man ne sparsh hai j jai 6 k maa ketlo prem kare 6 nanu sarkhu pan dukh pade to e bhare tention ma avi jaay 6 maa 6 ne pan kharekhar Maa to Maa 6 eni agal khud bhagvaan pan naano pade 6

naman said...


Hi Dhwani, Kem Cho ?

Tame khuba j saru lakho Cho...

I am very much late here...

This is for Next Mother's day...

cu
tc

N joy :)

regards,
naman.
મારી માં

.
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
હું સુતી હોઉં અને તાંરો હાથ માથે ફરતો હશે,,,
.
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
હું રોવું અને તારું મન રોતું હશે,,,
.
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
હું રમતી હોઉં અને તું મને નીરખતી હશે,,,
.
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
ઘા મારો હોય અને દર્દ તને થયું હશે,,,
.
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
હસતી હું હોઉં અને સુખ તને મળતું હશે,,,
.
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
કોળીયો હું ખાંઉ અને પેટ તારું ભરાતું હશે,,,
.
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
દૂર હું હોઉં તારાથી અને મારી છબી તારા માં જ હશે,,,,,

મારી માં , મારી માં , મારી માં .......
.

લી.,
રાધે-ક્રિશ્ના