Thursday 6 May 2010

મઘમઘતું અંતર



સાત ફેરાનાં એ કેવા મંતર!,
જાણે થયા એક અંતર અંતર.

નાનીશી ચપટી સિંદુરની,
રોમ રોમ મારાં અત્તર અત્તર.

મઘમઘતું અંગ અંગ જાણે,
ઓઢ્યું,તારી પ્રીતનું પાનેતર.

હોવાપણું થયું સાર્થક મારું,
અસ્તિત્વ આખુંય તરબતર.

8 comments:

Unknown said...

મઘમઘતું અંગ અંગ જાણે,
ઓઢ્યું,તારી પ્રીતનું પાનેતર.

હોવાપણું થયું સાર્થક મારું,
અસ્તિત્વ આખુંય તરબતર
ખૂબ સુંદર

પહેલાં લગ્ન સમયે કન્યા પાનેતર પહેરી ફેરા ફરતી પણ આજે ટ્રેન્ડ બદલાયો છે અને કન્યાએ પોતાની પસંદગી અવનવી સ્ટાઇલમાં આવતી બ્રાઇડલ સાડી ઉપર ઉતારી છે.
ફાસલા વધે છે કુર્બતથી જાણે,
પ્યારમાં ગણિત બદલાતા અહીં જોયા.
એવું ય નથી કે એ બેવફા છે,
તક્દીર અલબત મુજ પર ખફા છે,
મનની એ લાગણી એ અંતરની હૂંફ,
પ્રેમના સમંદર સુકાતા અહીં જોયા

...* Chetu *... said...

વાહ વાહ ...!! અસ્તિત્વ આખું તરબતર ..!!! પ્રણયની સુંદર અનુભૂતિ ..!!!!!!!! અભિનંદન પરી ..!!

Pancham Shukla said...

સાતફેરા-સિંદુર- પાનેતરના પ્રતીકોથી મંગલ એકત્વની સાર્થકતાનું ભાવાત્મક કાવ્ય દંપતિને સતત ફળતું રહે એવી શુભેચ્છાઓ.

Unknown said...

Thank you :)

Unknown said...

આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડેલ છે.મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

Madhav Desai said...

hey good blog

do visit my blog www.madhav.in
you will like it...

thankx.

Daxesh Contractor said...

નાનીશી ચપટી સિંદુરની,
રોમ રોમ મારાં અત્તર અત્તર.

નવપરિણીત યૌવનાના હૃદયનો ઉન્માદ ...

Anonymous said...

this is just superb..great..
congrats , dhvani.. like this very much..
nilam aunty