Thursday 17 April 2008

કોઈ કારણ હશે


કંઈક થવાનાં કોઈ કારણ હશે,
વિચારોથી ઉદભવેલા તારણ હશે!

રોજ ઊગવું ને રોજ આથમવું,
સૂર્યને પણ ઘરનું વળગણ હશે !

કેટલાય ડૂબ્યા ને છતાંય ઊગર્યા,
નક્કી એ પ્રેમ નું અફાટ રણ હશે !

સાવ અમસ્તુ જ આટલું વેર ન થાય,
એને મન ઝેર એ ઝેર નું મારણ હશે !

એક જ ઘડીમાં આમ બાજી ન પલટાય,
નક્કી એ નજીકનું જ કોઇ સગપણ હશે !

શ્વાસ માં ભરેલો વિશ્વાસ આમ ના વિખરાય,
જરૂરથી ત્યાં શંકાનું થયેલું વિવરણ હશે!

24 comments:

નીરજ શાહ said...

સુંદર રચના.. સુંદર ભાવ..

Punit said...

અતિસુંદર, મને શબ્દો નથી મળતા તમારી રચના ને બીરદાવવા માટે...........

Anonymous said...

woooow dhwani
greaaaaaaaaaaaaaat !!

i really like it !
keep it up ...........

Anonymous said...

સરસ રચના
શ્વાસ માં ભરેલો વિશ્વાસ આમ ના વિખરાય,
જરૂરથી ત્યાં શંકાનું થયેલું વિવરણ હશે!
વાહ્
વિવેકની પંક્તી યાદ આવી
ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?
નકર કારણ વગર બનતું નથી આજે કવિ કોઈ.
અને
એ હરણને રણ મહીં કારણ હશે
કોઈ અમથું છળ તરફ ભાગે નહીં
તમારી આંખથી છલકે છે એ શરાબ હશે?
જવા દો,વાત જવા દો,નજર ખરાબ હશે!
પ્રજ્ઞાજુ વ્યાસ

. said...

wahhhhhhhh....
greaaaaaaat

Unknown said...

Thnx to all of u.. and thnx Pragnaben..Vivekbhai na sher taja karavva badal :-)..!!

...* Chetu *... said...

very nice... keep it ..up

Ketan Shah said...

શ્વાસ માં ભરેલો વિશ્વાસ આમ ના વિખરાય,
જરૂરથી ત્યાં શંકાનું થયેલું વિવરણ હશે!

Bahu j saras rachana.

Anonymous said...

વધુ વિવેચન ન કરતાં ફક્ત એટલું કહીશ અતિસુંદર

હું.. દિગીશા શેઠ પારેખ, said...

hmmm...vahh..sundar rachana..i hope kyay koi relation ma "shanka" na bee na ropaay..take care

Anonymous said...

Dear Dhwani

Its just amazing - it's a reality its great - keep it up.

Kirit Dubai

Ketan Shah said...

સુંદર રચના..

+ve attitudevali sundar rachana

Shama said...

Dhwani, khub j sundar rachna che, best wishes....

Anonymous said...

રોજ ઊગવું ને રોજ આથમવું,
સૂર્યને પણ ઘરનું વળગણ હશે !
-ખૂબ સુંદર વિચાર...

Unknown said...

રોજ ઊગવું ને રોજ આથમવું,
સૂર્યને પણ ઘરનું વળગણ હશે !

aa sher vadhare gamyo

Manoj said...

Saras Dhawani ji,

Anonymous said...

wow...

sundar rachna...

deepa

Shama said...

રોજ ઊગવું ને રોજ આથમવું,
સૂર્યને પણ ઘરનું વળગણ હશે !

vow, khub sundar bhav..

K r I s H n A P a N c H a L said...

કેટલાય ડૂબ્યા ને છતાંય ઊગર્યા,
નક્કી એ પ્રેમ નું અફાટ રણ હશે !

akhi poem ma aa sher sauthi vadhu gamyo.....adbhoot...

Milind Gadhavi said...

રોજ ઊગવું ને રોજ આથમવું,
સૂર્યને પણ ઘરનું વળગણ હશે !


સરસ પંક્તિઓ.

તમે કાફિયા નિભાવી શક્યા છે. મને લાગે છે કે તમારે ગઝલનું છંદશાસ્ત્ર શીખવું જોઇએ; તમે સારી ગઝલો લખી શકો એમ છો !!

Anonymous said...

વાહ ખૂબ સરસ.

sneha-akshitarak said...

શ્વાસ માં ભરેલો વિશ્વાસ આમ ના વિખરાય,
જરૂરથી ત્યાં શંકાનું થયેલું વિવરણ હશે!


ખુબ સરસ છે..સાચે કંઈક થવાનાં કંઈક કારણ હોતા હશે જ..

Anonymous said...

શ્વાસ માં ભરેલો વિશ્વાસ આમ ના વિખરાય,
જરૂરથી ત્યાં શંકાનું થયેલું વિવરણ હશે!
khub sunder ..vanchya pachhi malkat sathe raday ma ek ras tapke chhe jeno ahesas adbhut chhe

Anonymous said...

શ્વાસ માં ભરેલો વિશ્વાસ આમ ના વિખરાય,
જરૂરથી ત્યાં શંકાનું થયેલું વિવરણ હશે!
khub sunder ..vanchya pachhi malkat sathe raday ma ek ras tapke chhe jeno ahesas adbhut chhe