Monday 17 December 2007

અનોખુંબંધન..

ખબર નહીં ક્યાંથી એ શુભ અવસર આવી ગયો,
જાણે પ્રભુને મારો ખ્યાલ સમયસર આવી ગયો.

કૈં કેટલાંય જન્મોરૂપી સવાલોનાં થયા હશે સરવાળા,
તો જીવનમાં આપનો સંબંધ બની ઉત્તર આવી ગયો.

છોડી બેઠી હતી હું તો આશાઓ જે પત્થરની મૂર્તિથી,
છે એનું પણ અસ્તિત્વ મને એ ઇતબાર આવી ગયો.

હશે પૂર્વજન્મનાં પુણ્ય કે પછી હશે એ ઋણાનુબંધ,
છે આ અનોખુંબંધન આજે એવો વિચાર આવી ગયો.

(આભાર - મિત્ર નીરજ નો.. જેની મદદ-યોગદાન થી જ આ રચના રચાઈ..)

6 comments:

Chetan Framewala said...

ભાવ ખુબ સુંદર છે,
ગઝલ-મુક્તક વિશે વિવેક ટેલર http://vmtailor.comકે
જુગલ કાકાશાણી વાણીનો શબદ :
http://jkishorvyas. wordpress. com
NET-ગુર્જરી :
http://jjkishor. wordpress. com
આપણા મલકમાં :
http://jgurjari. wordpress. com
પત્રમ્ પુષ્પમ્
http://jukishor. wordpress. com
__._,_.___ નાં બ્લોગ પર વાંચો,
એક વખત છંદ , લઘુ-ગુરૂ ની સમજણ પડ્શે તો લખવાની ખુબ મજા પડશે.

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

Unknown said...

સમજ અને માર્ગદર્શન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર ચેતનજી.

Anonymous said...

I agree with Chetanbhai. bhav ane vichaar sundar chhe. paN aagaaz ne anjaam na maani letaa. keep reading nice poetry at various blogs as told by Chetanbhai. Also read www.layastaro.com

Anonymous said...

Its Hemant Punekar. visit me at http://hemkavyo.wordpress.com

Ketan Shah said...

હશે પૂર્વજન્મનાં પુણ્ય કે પછી હશે એ ઋણાનુબંધ,
છે આ અનોખુંબંધન આજે એવો વિચાર આવી ગયો.

વાહ, ફરી એકવાર "અનોખુ બંધન" વિષે એક સરસ રચના માણવા મળી.

બહુ જ સરસ લખ્યુ છે.

Anonymous said...

nice Dhavani, its good that people far from here has the fragrance of India.