ખબર નહીં ક્યાંથી એ શુભ અવસર આવી ગયો,
જાણે પ્રભુને મારો ખ્યાલ સમયસર આવી ગયો.
કૈં કેટલાંય જન્મોરૂપી સવાલોનાં થયા હશે સરવાળા,
તો જીવનમાં આપનો સંબંધ બની ઉત્તર આવી ગયો.
છોડી બેઠી હતી હું તો આશાઓ જે પત્થરની મૂર્તિથી,
છે એનું પણ અસ્તિત્વ મને એ ઇતબાર આવી ગયો.
હશે પૂર્વજન્મનાં પુણ્ય કે પછી હશે એ ઋણાનુબંધ,
છે આ અનોખુંબંધન આજે એવો વિચાર આવી ગયો.
(આભાર - મિત્ર નીરજ નો.. જેની મદદ-યોગદાન થી જ આ રચના રચાઈ..)
Monday, 17 December 2007
Thursday, 13 December 2007
પ્રેમનો સંગ..
આજે દિલ માં કેમ અતિ ઉમંગ થૈ ગ્યો..!!
જાણે સપના નો સાચો એ સંગ થૈ ગ્યો.
મારા જીવન નો બસ એજ રંગ થૈ ગ્યો,
જાણે નીંદર ને આંખો નો મીઠો જંગ થૈ ગ્યો.
આંખો આંખો માં એવો તો કૈં વ્યંગ થૈ ગ્યો,
વાત સાંભળી મારી એ પણ થોડો દંગ થૈ ગ્યો..!!
જાણે સપના નો સાચો એ સંગ થૈ ગ્યો.
મારા જીવન નો બસ એજ રંગ થૈ ગ્યો,
જાણે નીંદર ને આંખો નો મીઠો જંગ થૈ ગ્યો.
આંખો આંખો માં એવો તો કૈં વ્યંગ થૈ ગ્યો,
વાત સાંભળી મારી એ પણ થોડો દંગ થૈ ગ્યો..!!
Thursday, 11 October 2007
અહેસાસ
આજે કૈક ખોવાનો અહેસાસ થાય છે મને,
એક ધબકાર ચુક્યા નો અહેસાસ થાય છે મને,
આંસુ શું છે એની મને ખબર ન હતી,
પણ આંખ ના ખુણે ભીનાશ નો અહેસાસ થાય છે મને….!!!!
એક ધબકાર ચુક્યા નો અહેસાસ થાય છે મને,
આંસુ શું છે એની મને ખબર ન હતી,
પણ આંખ ના ખુણે ભીનાશ નો અહેસાસ થાય છે મને….!!!!
ને તારી યાદો
સાવ સુનુ ઘર , ને તારી યાદો,
મોસમ નો પહેલો વરસાદ ,ને એ મુલાકાતો,
ચુપકીદી છે છવાઇ તોય ગુંજે તારી વાતો,
તુ નથી મારી સાથે તો જોને,પાંપણે મહેફિલ સજાવે આ આંખો..!!!
મોસમ નો પહેલો વરસાદ ,ને એ મુલાકાતો,
ચુપકીદી છે છવાઇ તોય ગુંજે તારી વાતો,
તુ નથી મારી સાથે તો જોને,પાંપણે મહેફિલ સજાવે આ આંખો..!!!
જીત..
જીવન માં એક સારી જીત મળે તો ઘણું,
માંગ્યા વિના જ તારી પ્રિત મળે તો ઘણું,
ઘણા રસ્તા પડે છે આ મોડ પર,
સાવ અચાનક જ મને તારી રાહ મળે તો ઘણું…!
માંગ્યા વિના જ તારી પ્રિત મળે તો ઘણું,
ઘણા રસ્તા પડે છે આ મોડ પર,
સાવ અચાનક જ મને તારી રાહ મળે તો ઘણું…!
સાથ..
હતી હું જીવન માં એકલી,સાથ મળ્યો મને આપનો,
મિત્રતાની આ દુનિયા નોરંગ છે કેટલો નિરાળો...!!!
બધા સંબંધ ફીકા લગ્યા,મૈત્રી નો તો આ કેવો ઇજારો,
સદા બહાર રહેશે આ મિત્રતા,જેને છે ધબકાર નો સહારો..!!
મિત્રતાની આ દુનિયા નોરંગ છે કેટલો નિરાળો...!!!
બધા સંબંધ ફીકા લગ્યા,મૈત્રી નો તો આ કેવો ઇજારો,
સદા બહાર રહેશે આ મિત્રતા,જેને છે ધબકાર નો સહારો..!!
સાત પગલા
ચાલ, આવ મારી સાથે,સાત પગલા ભરીએ આકાશ માં,
સાત ફેરા લઇ સાત જન્મો નો સંબંધ બાંધીએ એ આશ માં,
જ્યાં હોય પ્રેમ અને વિશ્વાસ નો વાસ્,
દુરી ના હો જરા પણ સહવાસ માં...
સાત ફેરા લઇ સાત જન્મો નો સંબંધ બાંધીએ એ આશ માં,
જ્યાં હોય પ્રેમ અને વિશ્વાસ નો વાસ્,
દુરી ના હો જરા પણ સહવાસ માં...
પ્રેમ નો પરિચય
થયું કે પ્રેમ નો પરિચય હું કઇ રીતે આપી શકું...!!!???
કાશ.. દિલ ની લાગણી ને કોઇ વાચા આપી શકું..!!
તારા વિચારો માં હું ખોવાઈ જાઊં છું કેટલી,
એ ગહેરાઈ તો કદાચ હું ખુદ ના માપી શકું..!!!
કાશ.. દિલ ની લાગણી ને કોઇ વાચા આપી શકું..!!
તારા વિચારો માં હું ખોવાઈ જાઊં છું કેટલી,
એ ગહેરાઈ તો કદાચ હું ખુદ ના માપી શકું..!!!
Subscribe to:
Posts (Atom)