Monday, 17 December 2007

અનોખુંબંધન..

ખબર નહીં ક્યાંથી એ શુભ અવસર આવી ગયો,
જાણે પ્રભુને મારો ખ્યાલ સમયસર આવી ગયો.

કૈં કેટલાંય જન્મોરૂપી સવાલોનાં થયા હશે સરવાળા,
તો જીવનમાં આપનો સંબંધ બની ઉત્તર આવી ગયો.

છોડી બેઠી હતી હું તો આશાઓ જે પત્થરની મૂર્તિથી,
છે એનું પણ અસ્તિત્વ મને એ ઇતબાર આવી ગયો.

હશે પૂર્વજન્મનાં પુણ્ય કે પછી હશે એ ઋણાનુબંધ,
છે આ અનોખુંબંધન આજે એવો વિચાર આવી ગયો.

(આભાર - મિત્ર નીરજ નો.. જેની મદદ-યોગદાન થી જ આ રચના રચાઈ..)

Thursday, 13 December 2007

પ્રેમનો સંગ..

આજે દિલ માં કેમ અતિ ઉમંગ થૈ ગ્યો..!!
જાણે સપના નો સાચો એ સંગ થૈ ગ્યો.
મારા જીવન નો બસ એજ રંગ થૈ ગ્યો,
જાણે નીંદર ને આંખો નો મીઠો જંગ થૈ ગ્યો.
આંખો આંખો માં એવો તો કૈં વ્યંગ થૈ ગ્યો,
વાત સાંભળી મારી એ પણ થોડો દંગ થૈ ગ્યો..!!